SMS Scam : SBI ગ્રાહકો સાવધાન! આ મેસેજ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે

SBI SMS Scam: SBI ગ્રાહકોને હાલ એક મેસેજ આવી રહ્યો છે જેમાં તેમને જણાવવામાં આવે છે કે તેમનું SBI બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. એકાઉન્ટ ફરીથી ચાલુ કરવવા માટે SMS દ્વારા ગ્રાહકની બેંક ડિટેઇલ્સ માંગવામાં આવે છે. આ મેસેજ ફેક છે અને છેતરપિંડીનો પ્રયાસ છે.

Fake SMS

સાયબર અપરાધીઓ લોકોને નવી નવી રીતોથી લોકોને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં નકલી એસએમએસ દ્વારા લોકોને છેતરીને તેમની વિગતો લઈને બેંક એકાઉન્ટ ખાલી કરવાની ટેકનિક ઘણી જૂની છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકોને નિશાન બનાવવા માટે આ જ પ્રકારનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે.

સરકારે SBI ગ્રાહકોને આ SMS સ્કેમ અંગે ચેતવણી આપી છે. આ સ્કેમમાં યુઝરને એક મેસેજ મળે છે, જેમાં તેમને જણાવવામાં આવે છે કે તેમનું SBI બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ SMS માં ગ્રાહકોને તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવા માટે બેંક ખાતાની વિગતો સાથે ડોક્યુમેન્ટસ અપલોડ કરવાનું કહેવામાં છે. સરકારે કહ્યું છે કે આ સંદેશ ખોટો છે અને SBI ગ્રાહકોએ કોઈપણ સંજોગોમાં તેમની બેંકિંગ વિગતો શેર કરવી જોઈએ નહીં.

SBIના ગ્રાહકોને કૌભાંડીઓ ફેક SMS મોકલી રહ્યા છે.

સરકારની નોડલ એજન્સી, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB), @PIBFactCheckના ફેક્ટ ચેક પેજએ ટ્વિટર પર માહિતી આપી છે કે SBI ગ્રાહકોને ફેક SMS મોકલવામાં આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમના એકાઉન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે.


PIB ફેક્ટ ચેક દ્વારા આ ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે SBI ક્યારેય આવા મેસેજ મોકલતી નથી. ટ્વીટમાં SBI ગ્રાહકોને સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે.
  • તમારી અંગત માહિતી અથવા બેંકિંગ વિગતો માટે પૂછતા ઈમેલ/એસએમએસનો જવાબ આપશો નહીં.
  • જો તમને આવો કોઈ સંદેશ મળે તો તરત જ આ ઈમેલ એડ્રેસ- report.phishing@sbi.co.in પર જાણ કરો.

ટ્વીટમાં પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા ફેક SMSનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. આ મેસેજમાં ગ્રાહકને કહેવામાં આવી રહ્યું છે કે તેમનું SBI બેંક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે અને ખાતું પાછું સક્રિય કરવા માટે ગ્રાહકે તેના બેંક દસ્તાવેજો અપડેટ કરવાની જરૂર છે. આ બોગસ SMSમાં એક લિંક પણ હાજર છે.

સરકારી એજન્સીના કહેવા મુજબ આ સમગ્ર પ્રક્રિયા બોગસ છે. આ એક પ્રકારનો ફિશિંગ હુમલો છે, જ્યાં વપરાશકર્તાની ચોક્કસ માહિતી લઈને તેને નાણાકીય નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલા માટે તમારે આવા સંદેશાઓથી સાવચેત રહેવું જોઈએ.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments