અશ્વગંધાની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

અશ્વગંધાના પાનમાંથી ઘોડાના પેશાબ જેવી વાસ આવે છે તેથી તેને અશ્વગંધા કહેવામાં આવે છે. અશ્વગંધાની ખેતી આર્યુવેદિક અને યુનાની દવાઓમાં ઘણી મહત્વની છે. અશ્વગંધાના પાન સાંધાના સોજા તથા ક્ષય જેવી બિમારીઓમાં કામ આવે છે. અશ્વગંધાના મૂળનું ચૂર્ણ વજન વધારવા, જાતિય દુર્બળતા, વાયુ રોગ, મંદાગ્નિ, ચામડીના રોગો તથા અનિંદ્રામાં કામ આવે છે. મેદ વૃધ્ધિ અને હાઈ બી.પી. વાળાએ અશ્વગંધા ચૂર્ણ કાયમ ન લેવા આર્યુવેદની સલાહ છે.

અશ્વગંધાનો છોડ
અશ્વગંધાનો છોડ

અશ્વગંધાની ખેતીને અનુકૂળ આબોહવા અને જમીન

અશ્વગંધાના પાકને સૂકી આબોહવા વધુ માફક આવે છે. આમ તો કોઈપણ પ્રકારની જમીનમાં અશ્વગંધાની ખેતી થઈ શકે છે. પરંતુ હલકી રેતાળ જમીન અશ્વગંધાની ખેતીને વધુ માફક આવે છે.

અશ્વગંધાની ખેતીને અનુકૂળ વાવણી સમય અને અંતર

અશ્વગંધાનું વાવેતર અર્ધચોમાસું એટલે કે સપ્ટેમ્બર માસના પાછલા પખવાડીયામાં કરવું હિતાવહ છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણને પૂંખીને વાવે છે પરંતુ 30 સે.મી.ના અંતરે હારમાં વાવવામાં આવે તો અશ્વગંધાનું ઉત્પાદન વધુ મળે છ, તે ઉપરાંત આંતરખેડ અને નિંદામણ પણ સારી રીતે કરી શકાય છે.

અશ્વગંધાની ખેતીમાં બિયારણનો દર

અશ્વગંધાની એક હેકટર જમીનમાં વાવણી કરવા માટે આશરે ૭ થી ૧૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

અશ્વગંધાની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

અશ્વગંધાની ખેતી માટે જમીન તૈયાર કરતાં પહેલાં ૫ થી ૧૦ ટન છાણીયું ખાતર પ્રતિ હેકટરે આપવું.

અશ્વગંધાની ખેતીમાં નિંદામણ, આંતરખેડ તથા પારવણી

અશ્વગંધાની વાવણી બાદ ર૦-૨૫ દિવસે જરૂરી નિંદામણ કરવું. તદ્ઉપરાંત જો પાક હારમાં વાવેલ હોયતો એકાદ બે આંતરખેડ કરવી. આંતરખેડ કરવાથી જમીન પોચી અને ભરભરી રહે છે. પરિણામે છોડનો વિકાસ સારો થશે. ૧ ચોરસ મીટરમાં આશરે ૬૦-૭૦ છોડ રહે તે પ્રમાણે પારવણી કરવી જેથી હેકટરે ૬-૭ લાખ છોડ મળી રહે.

અશ્વગંધાની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

અશ્વગંધાની ખેતીમાં જરૂરિયાત મુજબ ૫-૬ પિયત આપવા જોઈએ.

અશ્વગંધાની ખેતીમાં રોગ અને જીવાતનું વ્યવસ્થાપન

અશ્વગંધામાં ધરૂનો કોહવારો તથા છોડનો સૂકારો મુખ્ય રોગ છે. અશ્વગંધાના પાક પર સામાન્ય રીતે કોઈ જીવાતનો ઉપદ્રવ જણાતો નથી.

અશ્વગંધાની ખેતીમાં કાપણી યોગ્ય સમય

અશગંધાની વાવણી બાદ છોડ ૧૩૫-૧૫૦ દિવસે પાકીને તૈયાર થઈ જાય છે. જયારે છોડના પાન અને ફળ પણ પીળા પડી જાય ત્યારે પાક કાપણી માટે તૈયાર થયો છે તેમ ગણાય. પાકી ગયેલા છોડને મૂળ સાથે આખોજ જમીનમાંથી ખેંચી કાઢવામાં આવે છે. મૂળના કટકા કરી તેની અલગ સૂકવણી કરવામાં આવે છે. ફળોને સૂકવી પગર કરી બીજ મેળવવામાં આવે છે. મૂળના કટકાને જુદા જુદા ૩-૪ ગ્રેડમાં અલગ પાડવામાં આવે છે.

અશ્વગંધાના મૂળ

ઉપરના ત્રણ ગ્રેડ કરતાં જે વધે તે મૂળ અલગ રાખવા, આ પ્રકારના મૂળ પાતળા, જલ્દી તૂટી જાય તેવા તથા મૂળ પરની છાલનો રંગ પીળો હોય છે, આવા મૂળ પણ વેચી શકાય છે.

અશ્વગંધાની ખેતીમાં સરેરાશ ઉત્પાદન

અશ્વગંધાની ખેતીમાં આશરે ૫૦૦-૬૦૦ કિ.ગ્રા. સૂકા મૂળ હેકટર દીઠ મળે છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments