મહીસાગર જિલ્લાના નિવૃત શિક્ષકે દૂધી અને કારેલા સહિતના વિવિધ શાકભાજી પાકોની ખેતી કરીને લાખ રૂપિયા નફો મેળવ્યો

સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક બાગાયતી ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવીન વિચારધારા થકી મહીસાગર જિલ્લાના ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ સમૃદ્ધિ ના ડગ માંડી રહ્યા છે. મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકાના રતનકૂવા ગામનાં પ્રગતિશીલ નિવૃત્ત શિક્ષક ખેડૂત જસુભાઈ રામાભાઈ પટેલ નિવૃત્તિ બાદ બાગાયતી ખેતીમાં વિવિધ પ્રયોગશીલ ખેતી કરી રહ્યા છે.

successful vegetable farming by Mahisagar Retierd Teacher

જશુભાઈ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની જમીનમાં બાગાયતી દૂધી-કારેલા સહિતની શાકભાજીની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.

જશુભાઈ જણાવ્યું કે, શાકભાજી પાકોની આધુનિક સુધારેલ ખેતી પધ્ધતિ અપનાવવામાં આવે તો ઉંચી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન ટુંકા ગાળામાં મેળવી વધુ આવક મેળવી શકાય છે. મે 3 વિઘા જમીનમાં દૂધી કારેલા શાકભાજીનું વાવેતર કરી ને અત્યાર સુધી ૫૦૦ મણ જેટલું ઉત્પાદન મેળવેલ છે તેમજ હજુ પણ દૂધીની આવક ચાલુ છે.

જશુભાઈને બિયારણ, ખાતર, દવા અને મજુરી ખર્ચ રૂા.૧૩૦૦૦ જેટલો થયેલ છે. જેમા દૂધીનું રૂા. ૧૦ ના ભાવે ૧ કિલો લેખે વેચાણ કરતા અંદાજે રૂા. ૧ લાખની આવક થઇ છે. જે ખેતી ખર્ચ બાદ કરતા રૂા. ૮૭ હજારનો નફો મેળવેલ છે તેવી જ રીતે કારેલા શાકભાજીમાં પણ રૂા. ૩૦ હજારનો નફો મળેલ છે.

માહિતી સ્ત્રોત : Gujarat Information નું ટ્વીટર હેન્ડલ

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments