પાણીમાં દ્રાવ્ય ખાતર આપવાથી ખેતીમાં થતાં ફાયદાઓ

પાણીમાં દ્રાવ્ય ખાતરના ફાયદાઓ

પાણીમાં દ્રાવ્ય ખાતર આપવાથી ખેતીમાં થતાં ફાયદાઓ.

પાણીમાં દ્રાવ્ય ખાતરનો છોડ પર છંટકાવ કરવાથી છોડના પાંદડામાં છોડને પૂરતું ખાતર સીધુ ઉપલબ્ધ થાય છે જેથી તરત અસર જોવા મળે છે અને ખાતરનો બગાડ ઓછો થાય છે.

પાણીમાં દ્રાવ્ય ખાતર ઉત્પાદન વધારે છે અને દરેક છોડ માટે પોષક તત્વો સુનિશ્ચિત કરે છે. 

રાસાયણિક ખાતરના અતિશય સંપર્કથી પાક બળી જવાની સંભાવના ઓછી થાય છે. 

આ ખાતર ઘરેલુ સુશોભન છોડ માટે પણ લાગુ પડે છે. જે ph (પી.એચ.), આબોહવા, ભેજ અથવા પોષક તત્વોના સ્તરમાં સહેજ ફેરફાર માટે ખૂબ જ સંવેદનશીલ છે. 

ઊભરતા પાકને જરૂરી મુખ્ય અને સૂક્ષ્મ પોષક તત્વો પૂરા પાડવા માટે ખૂબ વિશ્વસનીય છે.

પાણીમાં દ્રાવ્ય ખાતરના ઉપયોગથી છોડ બળી જવાનું જોખમ ઘટે છે અને પોષક તત્વો મૂળિયાઓને તરત જ ઉપલબ્ધ થાય છે અને જલ્દીથી અસર જોવા મળે છે. 

પાણીમાં દ્રાવ્ય ખાતરનો એક ફાયદો એ છે કે તેનો ઉપયોગ સ્પ્રે અને સિંચાઇ દ્વારા કરી શકાય છે જે પાણી, ખાતર અને મજૂર બચાવવામાં મદદ કરે છે.

ટૂંકમાં પાણીમાં દ્રાવ્ય ખાતર મોટા પાયે ખેતી પધ્ધતિઓમાં ઉપયોગ થાય છે જેથી સમય, ખર્ચ, મજૂરી અને ઉર્જાશક્તિનો બચાવ થાય છે.

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments