બોટાદ જિલ્લાના સાત ધોરણ પાસ ખેડુતે શક્કર ટેટીની ખેતી કરીને લાખો રૂપિયાનો નફો મેળવ્યો

સરકારના બાગાયત વિભાગની સહાયથી બોટાદ જિલ્લામાં શક્કર ટેટીની આધુનિક ખેતી કરી ખેડૂતે અઢી ગણો નફો મેળવ્યો છે. સતત નવો માર્ગ શોધવા ખેડૂતે પ્રગતિશીલ રહી માત્ર 90 દિવસમાં પાક પૂર્ણ કરી આધુનિક ખેતી કરી નફો મેળવ્યો છે.

શક્કર ટેટી

બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામના રહિશ 56 વર્ષીય મશરૂભાઈ નરશીભાઈ મેણીયાએ સાત ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓની પાસે બાપ દાદાની 4.85 હેકટર સુધી જમીન છે. પોતે ખેડૂતપુત્ર હોય નાનપણથી જ બાપ-દાદાની પારંપરિક કપાસ, તલ, જુવાર વગેરે પાકોની ખેતી જોતા આવતા. પારંપરિક ખેતીમાં તેઓએ જોયું કે, પુરતી માહિતીના અભાવે પાક સંરક્ષણ માટે દવાઓના ખર્ચ તથા તેનો વધારે પડતો ઉપયોગ, વિવિધ રોગો- જીવાતોનો અને પ્રાણીઓનો ઉપદ્રવ, ઓછું ઉત્પાદન અને ઓછા ભાવ વગેરે સમસ્યાઓનો સામનો કરતા હતા.

આ વિકટ સમસ્યાથી છૂટવા મશરૂભાઈ સતત નવો માર્ગ શોધવા પ્રગતિશીલ રહેતા. તેઓ બાગાયત ખાતાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શાખાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી ચાલુ વર્ષે ગ્રોકવર તથા મલ્ચીંગ સાથે શક્કર ટેટીનું આધુનિક ખેતીની માહિતી મેળવી નવ વિઘાનું વાવેતર કરેલ જેમાં આવક-ખર્ચના આંકડા જોતા જણાવ્યું હતું કે, તેઓએ નવ વિઘાના વાવેતરમાં મલ્ચીંગ, ગ્રોકવર, બિયારણ અને દવા તથા ખાતર, મજુરી તથા અન્ય મળી કુલ ખર્ચ કર્યા બાદ પાક પુર્ણ કરવા માટે માત્ર 90 દિવસ લાગે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં થયેલ નવ વિઘાની આવકની વિગતોમાં કુલ ઉત્પાદન 51,500/- કિ.ગ્રાનું થયું હતું જેની આવક 6.5 લાખ સામે ખર્ચ માત્ર 2.84 લાખ થયો હતો. આમ, તમામ ખેડૂતો પણ બાગાયત ખાતાની સહાય મેળવી પોતાની આવકમાં બમણો ફાયદો કરી શકે છે. જેની અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે.

Post a Comment

0 Comments