ગ્રો કવર શુ છે અને તેનો ઉપયોગ કરવાથી ખેતીમાં થતા ફાયદાઓ

ખેતરમાં ઉભેલા પાકને પશુ-પક્ષી કે ટાઢ તડકાથી બચાવવા માટે છોડ પર ઢાંકવા માટે વપરાતા કાપડને ગ્રો કવર કહેવામા આવે છે. ગ્રો કવર એ ફોટો ડિ ગ્રેડેડ છે એટલે કે તેનું 2 થી 3 વર્ષનું આયુષ્ય છે ત્યાર બાદ તે માઇક્રોપાટિલ્સમાં પરીવર્તન પામે છે જેથી તે જમીનમાં ઓગળી જાય છે. ગ્રો કવરનો ઉપયોગ સતત ત્રણ પાકમાં લઇ શકાય છે. આથી એક વખત ખર્ચ કરવાથી ત્રણ વખત એનો લાભ મળે છે. ગ્રો કવર દ્વારા પાકનું અનેક રીતે રક્ષણ થાય છે. ગ્રો કવરના કારણે તરબુચ અને ટેટીના પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. ફળ માખી સહિતની જીવાતોથી રક્ષણ મળે છે તેમજ વાયરસના રોગથી પાકની સુરક્ષા થાય છે. આ ઉપરાંત ઝાકળ, ભેજ અને કમોસમી વરસાદ જેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ પાકનું રક્ષણ થાય છે. ગ્રો કવર દ્વારા પ્રતિકુળ વાતાવરણની સામે પાકનું રક્ષણ કરી શકાય છે.

ગ્રો કવર

ગ્રો કવર વાપરવાથી ખેતીમાં થતા ફાયદાઓ 

  • ગ્રો કવરના ઉપયોગથી પાકમાં જંતુનાશક દવાઓનો ખર્ચ 60 થી 70 % ઘટાડી શકાય છે.
  • ગ્રો કવર દ્રારા પાકમાં પશુ-પક્ષીઓથી થતું નુકશાન 80% ઘટાડી શકાય છે. 
  • ગ્રો કવરના કાપડમાથી હવાનું ખૂબ સરળતાથી આવન જાવન થાય છે જેથી છોડનો વિકાસ સારો થાય છે.
  • ગ્રો કવરનો ફળ, ફૂલ, વેલા અને વિવિધ પ્રકારના બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે.જેથી ગુણવતા યુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
  • ગ્રો કવરના ઉપયોગ દ્વારા ફળની સાઇઝ તેમજ શાઈનિંગ બંને વધારી શકાય છે જેથી બજારમાં ઉત્પાદનના ઊંચા ભાવો મેળવી શકાય છે. 

આમ, આધુનિક ટેકનૉલોજીના ઉપયોગ દ્વારા આપણે સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકીએ છીએ. 

Post a Comment

0 Comments