ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓના આક્રોશને જોતા રાસાયણિક ખાતરનું નવા ભાવે વેચાણ 24 કલાક પૂરતું બંધ રાખવામાં આવ્યું

રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાને લઈને ખેડૂતો, ખેડૂત સંગઠનો અને વિપક્ષમાં રહેલી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વિરોધને જોતા ગુજકોમાશોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ 24 કલાક અથવા સૂચના ન મળે ત્યાં સુધી રાસાયણિક ખાતરનું વેચાણ ન કરવા સૂચના આપી છે.

દિલીપ સંઘાણી ખાતરના ભાવ

ગુજકોમાશોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ રાસાયણિક ખાતરનું વેચાણ કરતી સંસ્થાઓ અને તેની સાથે જોડાયેલી મંડળીઓને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા ફોસ્ફેટીક ખાતરોના ભાવમાં વધારો કરવામાં આવેલ છે અને નવા ભાવના ખાતરોની રવાનગી કરવામાં આવી રહેલ છે. ભાવ વધારા બાબતે સરકારશ્રી સાથે ચર્ચા ચાલી રહેલ હોય આપ સર્વેને વિનંતિ કે આપની સંસ્થામાં અને આપની સંસ્થા સાથે જોડાયેલી મંડળીઓમાં આવેલ નવા ભાવના ફોસ્ફેટીક ખાતરોનું આવતાં ૨૪ કલાક સુધી અથવા અત્રેથી બીજી સુચના ન મળે ત્યાં સુધી નવા ભાવના ખાતરોનું વેચાણ કરવું નહી અને જૂના ભાવના ખાતરો ઉપલબ્ધ હોય તો જૂના ભાવે જ વેચાણ ચાલુ રાખવું.

Post a Comment

0 Comments