નવા ભાવ પ્રમાણે રાસાયણિક ખાતરનું વેચાણ હાલ પૂરતુ બંધ પરંતુ ભાવ વધારો સંપૂર્ણપણે પાછો ખેંચવામાં નહિ આવે તો આંદોલન ચાલુ રહેશે - આમ આદમી પાર્ટી

રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાને પાછો ખેંચવા માટે ગુજરાતના ખેડૂતો અને વિપક્ષના વિરોધને જોતા ગુજકોમાશોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ 24 કલાક અથવા સૂચના ન મળે ત્યાં સુધી રાસાયણિક ખાતરનું નવા ભાવે વેચાણ ન કરવા સૂચના આપતા આમ આદમી પાર્ટીએ તેની પ્રેસનોટ જાહેર કરી છે.

Aam Aadmi Party

આમ આદમી પાર્ટીએ તેની પ્રેસનોટમાં જણાવ્યું છે કે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત આગેવાન ભેમાભાઈ ચૌધરી દ્વારા તારીખ 12/05/2021ના રોજ ઓનલાઇન ઇમેઇલ દ્વારા મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને આવેદન પત્ર આપી તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરવામાં આવી હતી અને ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપતા આવેદનપત્રની અસરથી સરકારે ભાવ વધારો મુલતવી રાખવા તાત્કાલીક વિચારણા હેઠળ લેવું પડ્યું છે. નવા ભાવ પ્રમાણે રાસાયણિક ખાતરનું વેચાણ હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાં સરકાર દ્વારા રાસાયણિક ખાતરમાં ભાવ વધારો સંપૂર્ણપણે પાછો ખેંચવામાં નહિ આવે તો આંદોલન ચાલુ રહેશે. રાસાયણિક ખાતરમાં ભાવ વધારો તાત્કાલિક વિચારણામાં લેવા બદલ આમ આદમી પાર્ટીએ ગુજકોમાસોલના ચેરમેન દીલીપ સંઘાણી તથા ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

Post a Comment

0 Comments