તરબૂચની આધુનિક ખેતી પદ્ધતિ

તરબુચ (Citrullus lanatus) ને અંગ્રેજીમાં વોટરમેલન (Watermelon) કહેવાય છે. ત૨બુચનો પાક લોકો માટે આશીર્વાદ સમાન છે કારણ કે પાકા ફળો પાણીની ગ૨જ સારે છે. ત૨બુચને રણના અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે.

તરબૂચની વૈજ્ઞાનિક ખેતી

તરબૂચના ફળમાં લોહ તત્વનું પ્રમાણ સવિશેષ હોય છે અને તેના બીજમાં પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. બીજ શેકીને ખાવામાં તેમજ તેનો ગર્ભ મીઠાઈમાં સુકા મેવાની જગ્યાએ ફોલીને મુકવામાં ઉપયોગમાં આવે છે. તરબૂચનો પાક ઉનાળામાં તૈયાર થતો હોય ઉનાળાની ગરમીમાં ફળ તરીકે ગરજ સારે છે. મુત્રાશયના રોગ અને લોહીના પરિભ્રમણ માટે પણ આ ફળ ઉપયોગીતા ધરાવે છે. ડેઝર્ટ ફળ તરીકે પણ તરબુચનો ઉપયોગ કરી શકાય છે.

તરબૂચની ખેતીને અનુકૂળ આબોહવા

તરબૂચના પાકને સુકુ અને ગરમ હવામાન વિશેષ માફક આવે છે. સુકુ અને ઓછા ભેજવાળુ વાતાવ૨ણ ત૨બુચના વેલાને ઝડપથી વિકાસવા માટે અનુકૂળ આવે છે અને આ તરબુચને પાકવાના સમયે જરૂરી છે.  તરબૂચના ફળ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. ગરમ અને સુકા હવામાનને લીધે તથા ગરમ પવનને લીધે ફળમાં શર્કરાનું પ્રમાણ વધે છે અને પાનને લગતા રોગોનું પ્રમાણ ધટે છે. પાકની સારી વૃધ્ધિ તથા વિકાસ અને ફળની ઉચ્ચ ગુણવત્તા માટે ૨૨° સેલ્શિયસથી ૨૫° સેલ્શિયસ ઉષ્ણતામાન જરૂરી છે. ૨૨° સેલ્શિયસથી ઓછા તાપમાને બીજનો ઉગાવો તથા છોડની વૃધ્ધિ પણ ધીમી થાય છે.

તરબૂચની સુધારેલ/સંકર જાતોની પસંદગી

સુગર બેબી/હની બેબી

તરબૂચમાં સુગર બેબી જાતના ફળોનું સરેરાશ વજન ૨-૩ કિલો હોય છે. ફળ ગોળાકાર, ગર્ભ ખુબ જ મીઠો લાલ રંગનો હોય છે. ફળમાં બીજ નાના અને ટી.એસ.એસ.નું પ્રમાણ ૧૧ થી ૧૩ ટકા હોય છે. સુગર બેબીનું હેકટરે સરેરાશ ઉત્પાદન ૩૦ ટન જેટલું હોય છે.

આસાહી યામોટો

તરબૂચની આસાહી યામોટો જાતમાં ફળ ૬ થી ૮ કિલો વજનના ગોળાકાર, ગર્ભ લાલ, બીજ નાના અને ટી.એસ.એસ.નું પ્રમાણ ૧૧ થી ૧૩ ટકા હોય છે.

અરકા મનીક

તરબૂચની અરકા મનીક જાત એન્પ્રેકનોઝ, ભુકી છારો, તળછારોના રોગ સામે, લાલ કાળા મરીયા સામે અને બ્લોસમ એન્ડ રોટ જેવા રોગો સામે પ્રતિકારક જાત છે. અરકા મનીક જાતના ફળનું વજન ૬ કિલો જેટલું હોય છે. 

અરકા જ્યોતિ

તરબૂચની અરકા જ્યોતિ જાતમાં ફળ ૬ થી ૮ કિલો વજનના હોય છે. ફળની  છાલ ઉપર ગાઢા લીલા રંગના પટા જોવા મળે છે. આ જાતમાં ટી.એસ.એસ.નું પ્રમાણ ૧૧ થી ૧૨ ટકા હોય છે. અરકા જ્યોતિ જાતનું હેકટરે સરેરાશ ઉત્પાદન ૪૦ ટન જેટલું હોય છે.

પુસા બેદાના (સીડલેસ)

તરબૂચની પુસા બેદાના બીજ વગરની જાત છે. આ જાતને ટેટ્રા-૨ અને પુસા રસલના મિલનથી વિકસાવવામાં આવી છે. વ્યાપારીક ધોરણે આ જાતનું વાવેતર થતુ નથી.

મધુમિલન

તરબૂચની મધુમિલન જાતના ફળ લંબગોળ ૮ થી ૧૦ કિલોગ્રામ વજનના હોય છે. આ જાતની છાલ ગાઢા લીલા રંગની અને ગર્ભ લાલ કઠણ હોય છે. તેથી દુરના બજાર માટે ઉપયોગી છે. તરબૂચની મધુમિલન જાતનું હેકટ૨ે ૭૫ ટન જેટલુ ઉત્પાદન છે.

આ ઉપરાંત MHW-૪, ૫, ૬, ૧૧, ૧૫, અમૃત, નાથ ૧૦૧, ૧૦ર તથા મીડગેટ, મોહીની, સંતૃપ્તિ, હાઈબ્રીડ-૧, ૨, ૩, ૪ દુર્ગાપુરા મીઠા, દુર્ગાપુરા કેસર, સેન્ચુરી–૨, સરૂચિ, કુકેન, ઈમ્પ્રેડ શીખર, સ્પેશ્યલ નં–૧, એન.એસ ર૪૬, ૨૯૫, હંટર, કિરણ, આઈસા વગેરે જાતો પણ આશાસ્પદ છે.

તરબૂચની ખેતીને અનુકૂળ જમીન

દરેક પ્રકારની જમીનમાં તરબૂચની ખેતી કરી શકાય છે. નદીના પટની રેતાળ જમીનમાં ફળોનું ઉત્પાદન વિશેષ મળે છે. ગોરાડુ, રેતાળ, બેસર અથવા મધ્યમ કાળી જમીનમાં પણ સફળતાપૂર્વક તરબૂચની ખેતી કરી શકાય છે.

તરબૂચની ખેતીમાં જમીનની તૈયારી

તરબૂચનું સમતળ જમીનમાં વાવેતર કરવું હોય ત્યારે અગાઉના પાકની કાપણી બાદ જમીનને ૨૦ થી ૨૫ સે.મી. ઉંડી ખેડી, અગાઉના પાકના જડીયા વગેરે વીણી, ઢેફાં ભાગી સમાર મારી જમીન સમતળ કરવી.

તરબૂચની ખેતીમાં વાવેતર અંતર અને બીજ દર

તરબૂચની ખેતી માટે તૈયાર કરેલ જમીનમાં ૨ મીટર × ૧ મીટરના અંતરે ખામણા બનાવવા. દરેક ખામણામાં ભલામણ કરેલ પાયાના ખાતરો આપવા.

તરબૂચનું જાડીયા હાર પધ્ધતિથી વાવેતર કરવું હોય તો ૧ મીટર × ૦.૬ મીટર × ૩.૪ મીટરના અંતરે (દરેક હારમાં બે છોડ વચ્ચે ૧ મીટર, બે હાર વચ્ચે ૩.૪ મીટર અંતરે) વાવણી કરવી. અહીંયા ખાસ નોંધ લેવી કે ટૂંકા અંતરે વાવેતર કરેલ તરબૂચના પાકમાં ફળો કદમાં નાના રહે છે.

તરબૂચના પાકનું નદીના પટમાં વાવેતર કરવું હોય ત્યારે ૨.૫ કે ૩.૦ મીટરના અંતરે, ૫૦–૬૦ સે.મી. વ્યાસના ખાડા તળ પાણી આવે ત્યાં સુધી ખોદવા અને દરેક ખાડામાં ભલામણ કરેલ પાયાના ખાતરો આપવા.

વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતા ૨.૫ થી ૩.૦ કિ.ગ્રા. બીજ એક હેકટરના વાવેતર માટે જરૂરી છે. બીજને વાવણી કરતા પહેલા ફુગનાશક દવાની બીજ માવજત આપવી. હાઈબ્રીડ જાતનું વાવેતર કરવુ હોય તો હેકટરે ૫૦૦ ગ્રામ બિયારણની જરૂર પડે છે.

તરબૂચની ખેતીમાં વાવણી યોગ્ય સમય

સામાન્ય રીતે તરબૂચની વાવણી જાન્યુઆરીના બીજા અઠવાડીયાથી લઈને માર્ચના છેલ્લા અઠવાડીયા સુધીમાં કરી શકાય છે. શિયાળાની ઋતુ માટે સપ્ટેમ્બર થી ઓકટોબરના અંત સુધીમાં તરબુચનુ વાવેતર કરવું જોઈએ.

તરબૂચ સામાન્ય રીતે ખેત૨માં જાન્યુઆરી માસમાં વાવવામાં આવે છે. પરંતુ તેને બદલે નવેમ્બર કે ડીસેમ્બર માસમાં તરબુચના ૧ થી ૨ બીજ કાણાંવાળી પોલીથીન બેગમાં (૧૫૦ થી ૨૦૦ માઇક્રોન જાડાઈની તથા ૮ ૧૦ સે.મી.ના માપની પોલી હાઉસ કે પોલીથીન શીટની ટનેલ બનાવી તેમાં રાખી એક દોઢ માસ જ ઉછેરવા દઈને પછી જાન્યુઆરી માસમાં જયારે ઠંડી ઓછી થાય કે તરત જ ૨ થી ૩ પાનની અવસ્થાએ કોથળીમાં તૈયાર થયેલ છોડને ખેતરમાં તૈયાર કરેલ ખામણામાં રોપવાથી તરબૂચનો પાક વહેલો લઈ શકાય છે. આમ બજારમાં ૩૦ થી ૪૦ દિવસ પહેલા તરબૂચ મૂકતાં ભાવ સારા મળે છે.

તરબૂચની ખેતીમાં ખાતર વ્યવસ્થાપન

તરબૂચની ખેતીમાં જમીન તૈયા૨ ક૨તી વખતે હેકટ૨ દીઠ ૩ થી ૪ ટન જેટલુ સારુ કોહવાયેલુ છાણીયુ ખાતર છોડની નજીક રીંગમાં આપવુ.

તરબૂચની ખેતીમાં ખાતર

જો વાવણી જોડીયા હાર પધ્ધતિથી કરવામાં આવે તો તેમાં પોટાશ અને ફોસ્ફરસ ઉપર મુજબ લેવુ પણ નાઈટ્રોજન ૧૫૦ કિ.ગ્રા. આપવું. જેમાં ૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી વખતે, ૩૭.૫ કિ.ગ્રા. વાવણી બાદ એક માસે અને ૩૭.૫ કિ.ગ્રા. નાઇટ્રોજન ફળો બેસવાની શરૂઆત થાય ત્યારે આપવું.

તરબૂચના છોડને ફુલ આવે ત્યારે કેલ્શિયમ નાઈટ્રેટ ૨ ગ્રામ પ્રતિ લિટર અને વેલા ઉગી ગયા બાદ ૧૫-૨૦ દિવસે મેગ્નેશિયમ સલ્ફેટ ૨ ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે અને બોરોન ૧ ગ્રામ + કેલ્શિયમ ૧ ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે ભેળવી ફળોના વિકાસના સમયે છંટકાવ કરવામાં આવે તો ફળોની સંખ્યામાં વધારો કરી શકાય છે. જો જમીનમાં નિમેટોડસનો (કૃમિ) ઉપદ્રવ જોવા મળતો હોય તો શરૂઆતમાં જમીનમાં કાર્બોફયુરાન દવા હેકટરે ૧૨ કિલો પ્રમાણે આપવી જોઈએ.

તરબૂચની ખેતીમાં પિયત વ્યવસ્થાપન

તરબૂચની ખેતીમાં પિયત વ્યવસ્થા ખૂબ જ અગત્યની છે. પાકને રેલાવીને પિયત આપવાથી ફળ પાણીના સંપર્કમાં આવવાથી અને ઉનાળાના સખત તાપને લીધે માઠી અસ૨ થાય છે. વળી આવી રીતે ચીલાચાલુ પધ્ધતિથી પિયત આપવાથી બે પિયત વચ્ચેના ગાળામાં શરૂઆતમાં વધા૨ે ભેજ ૨હે છે અને છેલ્લે ભેજની ખેંચ હોવાથી પાકના વૃધ્ધિ અને વિકાસ તેમજ ખાસ કરીને ફળના વિકાસ અવસ્થાએ માઠી અસર થાય છે જેના લીધે ઉત્પાદન ઓછુ મળે છે. પરંતુ તરબૂચના પાકને ટપક પિયત પધ્ધતિથી પિયત આપવામાં આવે તો પાકને સતત ભેજ મળી રહે છે જેના લીધે મૂળનો વિકાસ સા૨ો થાય છે. જેથી સારૂ ઉત્પાદન મળે છે. ઉનાળામાં તરબૂચના પાકને ૮ લીટ૨/કલાક ના ટપકણીયાથી છોડ દીઠ અડધા થી ત્રણ કલાક સુધી પાકના ઘે૨ાવા મુજબ પિયત આપવું.

ટપક પિયત પધ્ધતિ

 • લેટ૨લ અંત૨ : ૨ મીટર
 • ટપકણીયાની સંખ્યા : બે છોડ વચ્ચે ૧
 • ટપકણીયા વચ્ચેનું અંત૨ : ૧ મીટ૨
 • ટપકણીયાની ક્ષમતા : ૮ લીટર/કલાક

તરબૂચની ખેતીમાં પારવણીનું મહત્વ

તરબૂચના છોડની સારી વૃધ્ધિ થયા બાદ ખામણા દિઠ એક છોડ ૨હેવા દઈને વધા૨ાના છોડ કાઢી નાંખવા હાઈબ્રીડ તરબુચની ખેતીમાં છાંટણી ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જેમા શરૂઆતમાં એક મુખ્ય અને બીજી બે બાજુમાં શાખા રાખી બાકીની કાઢી નાખવી. આ કાર્ય જયા૨ે ત૨બુચ નાના હોય ત્યારે કરવું. ફળની સંખ્યા કરતા કદ પર ભાર મૂકવાનો હોય ત્યારે ફળ નાના હોય તે વખતે વધારાના ફળો તોડી નાખી સંખ્યા ઓછી ક૨વી જેથી બાકી રહેલા ફળોનો વિકાસ સારો થાય.

તરબૂચની ખેતીમાં આંતર ખેડ અને નીંદણ નિયંત્રણ

તરબૂચના પાકના મૂળ ઉડા જતા નથી આથી નીંદણનો નાશ ક૨વા માટે છીછ૨ી આંતરખેડ કરવી. તરબૂચના વેલા મોટા થયા બાદ ખૂરપીથી નીંદણ ક૨વું.

તરબૂચની ખેતીમાં આવરણનું મહત્વ

તરબુચના પાકમાં ૮૦ થી ૯૦% નિંદણ નીયંત્રણ, રોગ જીવાત ઘટાડવા તથા ઉત્પાદન વધા૨વા હેતુ સ૨ જો પ્લાસ્ટીક મલ્ચીંગ તરીકે કાળા તથા સીલ્વર રંગના મલ્ચનો ઉપયોગ ક૨વામાં આવે તો ઘણો ફાયદો થાય છે. મલ્ચીંગ તરીકે શેરડીની રાળ, પરાળનો પણ ઉપયોગ કરી શકાય છે. મલ્ચીંગ ૫૦% વિસ્તામાં ૨૫ માઈક્રોન થી લઈ ૫૦ માઈક્રોન જાડાઈનું ક૨ી શકાય છે.

આવરણથી થતા ફાયદાઓ

તરબૂચની ખેતીમાં આવરણ કરવામાં આવે તો નીંદણ નહીવત રહે છે અને છોડનો ઝડપી વિકાસ થાય છે સાથે સાથે રોગ જીવાત પણ ઘટે છે અને ખાતરની પણ બચત થાય છે.

તરબૂચની ખેતીમાં લણણી યોગ્ય સમય

તરબુચના ફળની પરિપકવતા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા.
 • પ્રકાંડના છોડ પરના વેલતંતુ (ટેન્ડ્રીલ) સુકાવા લાગે.
 • ફળને આંગળીના ટકો૨ા મા૨તાં ભાતુ જેવો રણકાર આવે તો ફળ અપરિપક્વ છે જયારે ઘેરો બોદો અવાજ આવે તો તે ફળ પરિપક્વ છે.
 • ફળના ડીંટા આગળ લાગેલ વેલો લીસો અને બીલકુલ રુવાટી વગ૨નો દેખાય તો ત૨બુચ પાકી ગયુ તેમ માની શકાય.
 • જમીનને અડેલ ફળના ભાગની છાલનો રંગ ચળકતો પીળાશ પડતો તો

તરબૂચનું સરેરાશ ઉત્પાદન

તરબુચનો પાક ૮૫ થી ૯૦ દિવસનો છે. તેમાં આધુનિક ખેતી પધ્ધતિ કરતા ફળોનું ઉત્પાદન હેકટર દીઠ ૩૦ થી ૪૦ ટન જેટલું મળે છે.

તરબૂચની ખેતીમાં સરેરાશ નફો

 • ટપક પધ્ધતિનો વાર્ષિક ખર્ચ ૧૦,૦૦૦/- રૂપિયા પ્રતિ હેકટર
 • આવ૨ણ (કાળુ પ્લાસ્ટીક) ખર્ચ ૧૫,૦૦૦/- રૂપિયા પ્રતિ હેકટર
 • ખેતી ખર્ચ ૫૦,૦૦૦/- રૂપિયા પ્રતિ હેકટર
 • કુલ ખર્ચ ૭૫,૦૦૦/- રૂપિયા પ્રતિ હેકટર
 • કુલ આવક ૧,૭૫,૦૦૦/- થી ૨,૦૦,૦૦૦/- રૂપિયા પ્રતિ હેકટર
 • ચોખ્ખી આવક ૧,૦૦,૦૦૦/- થી ૧,૨૫,૦૦૦/- રૂપિયા પ્રતિ હેકટર 

ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments