આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો વિવિધ યોજનાઓની સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી શકે તે માટે i Khedut Portal ખુલ્લું મુકવામાં આવ્યું. અરજી કરવાની છેલ્લી તારીખ જાણવા અહીંયા ક્લિક કરો.

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના વિવિધ ઘટકો માટે ખેડૂતો અરજીઓ કરી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલને વર્ષ 2021-22 માટે 6 માર્ચથી 30 એપ્રિલ એમ કુલ બે માસ સુધી ખુલ્લું મુકવાનો નિર્ણય ખેતી નિયામક શ્રી ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યો છે.

આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો નિયત સમયમાં અરજીઓ કરી શકે તે માટે ખેતી નિયામક શ્રીએ રાજ્યના બધા જ ખેતીવાડી શાખાના અધિકારીઓને પત્ર મોકલ્યો છે જેમાં તેમણે રાજ્યના બધા જ ખેતીવાડી શાખાના અધિકારીઓને વિસ્તરણ તંત્ર/અન્ય મારફતે આઈ ખેડૂત પોર્ટલ પરની બધી જ યોજનાઓનો બહોળો પ્રચાર/પ્રસાર કરવા તેમજ વિનામૂલ્યે પ્રેસનોટ આપવા વિનંતી કરી છે.


આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.


આઈ ખેડૂત પોર્ટલ પર જવા અહીંયા ક્લિક કરો.

Post a Comment

0 Comments