ઈન્ટિગ્રેટેડ ખેતી એટલે કે સંકલિત ખેતી પધ્ધતિ દ્વારા વધારાની આવક મેળવો.

જે ખેતીમાં એક કરતાં વધારે ઘટકો હોય અને તેનો ઉપયોગ એક બીજા માટે કરી શકાતો હોય તો તેને સંકલિત ખેતી કહે છે. સંકલિત ખેતીને આવકમાં વધારો કરતી ખેતી પણ કહેવામા આવે છે. તો ચાલો સંકલિત ખેતી વિષે વધારે સમજીએ.

સંકલિત ખેતી વિષે સમજીએ તો ખેતીની સાથે અન્ય ઘટક તરીકે પશુપાલન કરતાં હોય તો તેનો ઉપયોગ ખેતીમાં થઈ શકે અને ખેતીની પેદાશનો ઉપયોગ પશુપાલનમાં થઈ શકે તો તેને સંકલિત ખેતી કહી શકાય જેમ કે ખેતીમાંથી મળતી પેદાશ ઘાસચારાનો ઉપયોગ પશુપાલનમાં થાય છે જે પશુના મુખ્ય આહાર તરીકે વપરાય છે. તેવી જ રીતે પશુપાલન દ્રારા ઉત્પાદન થતી પેદાશો જેવી કે દૂધ, છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે. જેમાં પશુપાલન ખેતીમાં ખૂબ મહત્વનું એવું પોષકતત્વોયુક્ત જૈવિક ખાતર મેળવી શકાય છે જેથી રસાયણિક ખાતરોનો ખર્ચો થતો નથી. ઉપરાંત ગૌમૂત્ર વેચીને પણ વધુ આવક મેળવી શકાય છે.
 
સંકલિત ખેતી
સંકલિત ખેતી
 
આ પધ્ધતિ દ્રારા ખેતીમાં ઉત્પન્ન થતાં નકામા કચરાનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે જેથી પર્યાવરણને પણ નુકશાન થતું નથી. સંકલિત ખેતીમાં અન્ય ઘટક તરીકે પશુપાલન ઉપરાંત બાગાયતી પાકો, એગ્રો ફોરેસ્ટ્રી, મધમાખી પાલન, અળસિયા ખાતર, મશરૂમની ખેતી, મરધાપાલન, માછલી પાલન, રેશમ કીડા ઉછેર જેવા અનેક ખેતી સાથે કરી શકાય તેવા ઘટકો છે જેથી ખેતી સાથે અન્ય આવક પણ મેળવી શકાય છે. આમ, સંકલિત ખેતી અપનાવી ખેતીની આવક ઉપરાંત પૂરક આવક પણ મેળવી શકાય છે.
 
ફેસબુક પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો.
ટેલિગ્રામ પર અમારી સાથે જોડાવા : અહિયાં ક્લિક કરો
ટ્વીટર પર અમારી સાથે જોડાવા : અહીંયા ક્લિક કરો

આ ઉપરાંત તમે નીચે આપેલા વિવિધ સોશ્યલ મીડિયાના આઈકન અથવા લોગો પર ક્લિક કરીને આ માહિતી તમારા મિત્રો સાથે વિવિધ સોશ્યલ મીડિયા પર શેયર કરી શકો છો.

Post a Comment

0 Comments