ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી માહિતી

છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે ડુંગળી પકવતા ખેડૂતો રસાયણિક ખાતર અને જંતુનાશક / ફુગનાષ્ક દવાઓનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. આમ ને આમ રસાયણોનો ઉપયોગ થશે તો આપણી જમીનમાં આવનારા દિવસોમાં ખડનું તણખલું પણ નહિ ઊગે!

અમર્યાદિત રસાયણો વાપરવાનાં બદલે સંકલિત જીવાત/રોગ નિયંત્રણ અને પોષણની વ્યવસ્થા ગોઠવવી જરૂરી થઈ રહી છે. ડુંગળીમાં  કૃમિ/નેમેટોડ, ફૂગ અને થ્રીપસનું નુકશાન મુખ્યત્વે થાય છે. આ પ્રશ્નોનાં સોલ્યુશન માટે માત્ર રસાયણ ઉપર જ નિર્ભર રહેશું તો ખર્ચ વધશે અને ઉત્પાદન ઓછું થશે!

Onion Farmers

જે ખેડૂતને ડુંગળીનું વાવેતર કરવું હોય એ ખેડૂત મિત્રોએ ૩ વર્ષે એક વખત ફરજિયાત ડુંગળીનાં પડામાં એક દળી પાક ઘઉં, બાજરી, જુવારનું વાવેતર કરવું. એક દળી વર્ગનાં પાક  કૃમિ/નેમેટોડનાં યજમાન પાક ન હોવાથી નેમેટોડનું જીવનચક્ર થોડા અંશે ખોરવાય છે. નેમેટોડ/કૃમિ એ ડુંગળીમાં બાફલો/બાફિયો રોગ પેદા કરવા માટે અમુક અંશે જવાબદાર છે.

ડુંગળીનાં પાકમાં પાણીની નીક/ધોરીયો હોય તેના પાળા તથા ખેતરનાં દરેક પાળા ઉપર દેશી ગલગોટાનું વાવેતર કરવું જોઈએ. દેસી ગલગોટાનાં મૂળ દ્વારા નેમેટોડ/કૃમિ નિયંત્રણ થાય તેવા રસાયણો જરે છે. જેનાથી નેમેટોડનું કુદરતી નિયંત્રણ થશે.


ફૂગનાં રોગનાં નિયંત્રણ માટે ખેડૂતો દ્વારા કેરબા/તિપણાં મોઢે રસાયણિક ફૂગનાશક દવાઓ ખેતરમાં ઠલવાય છે. તમે ડુંગળીમાં ફુગનાશકનો ઉપરથી સ્પ્રે કરો એ સમજાય પણ પિયત સાથે પાણીમાં રસાયણો આપવામાં આવે એ કોઈ રીતે વ્યાજબી નથી. ફૂગનાં કુદરતી નિયંત્રણ માટે જમીનમાં જૈવિક ફૂગનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાઇકોડરમાં હરજિયનમ - વિરીડી, સ્યૂડોમોનાશ વગેરે ઉત્તમ જૈવિક ફૂગ નાશક છે. જે જમીનમાં રહેલ નુકશાનકારક ફૂગને પોતાનો ખોરાક બનાવી નાશ કરે છે.

ડુંગળીમાં આવતી જીવાતમાં થ્રીપ્સ મુખ્યત્વે છે. તેના સંકલિત નિયંત્રણ માટે કોઈ પણ રસાયણિક જંતુનાશક સાથે બ્યુવેરિયાં બાસિયાનાં નામક જૈવિક ફૂગનો ઉપયોગ કરી શકાય. બ્યુવેરિયાં બાસિયાનાં એક ફૂગ છે જે કોઈ પણ જીવાત/ઈયળમાં રોગ પેદા કરીને તેમનું નિયંત્રણ કરે છે.

ડુંગળીનાં પાકમાં અમર્યાદિત રસાયણિક ખાતર અયોગ્ય સમયે આપવામાં આવે તો તેની ગરમ અસર પાકમાં થાય છે. ઘણી વખત ડુંગળીનાં કંદની દેહધાર્મિક પ્રક્રિયા ઉપર પણ પ્રતિકૂળ અસર ઉપજાવે છે માટે યોગ્ય ભલામણ મુજબનાં ખાતર વાપરવા જોઈએ.

Post a Comment

0 Comments