કૃષિ કાયદા એક વર્ષ માટે લાગુ થવા દો ફાયદો નહિ થાય તો સંશોધન કરીશું - રક્ષામંત્રી

કૃષિબીલ પર રાજનાથસિંહની પ્રતિક્રિયા
SOURCE : INTERNET

કૃષિ કાનૂનોને (Farm Laws 2020) લઈને દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનને (Farmer Protest)એક મહિનો પૂરો થઈ ગયો છે. પોતાની માંગણીને લઈને ખેડૂતો અડગ છે. કૃષિ કાનૂનો પર પ્રથમ વખત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની (Rajnath Singh) પ્રતિક્રિયા સામે આવી છે. રાજનાથ સિંહે કહ્યું કે કૃષિ કાનૂનોને એક વર્ષ માટે લાગુ થવા દો. જો ખેડૂતો (Farmers) માટે ફાયદાકારક સાબિત ના થયા તો અમે તેમાં આવશ્યક સંશોધન કરવા માટે તૈયાર છીએ.

શુક્રવારે દિલ્હીમાં એક રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે હું પ્રદર્શન કરી રહેલા બધા ખેડૂતોને કૃષિ કાનૂનો પર ચર્ચા માટે આગળ આવવાની અપીલ કરું છું. વાતચીતથી મામલો હલ થઈ શકે છે. પ્રધાનમંત્રીએ ઇચ્છે છે કે ખેડૂતો સાથે વાતચીત યથાવત્ રહે. તેમણે કહ્યું કે અમારી સરકાર ક્યારેય એવું નહીં કરે જે ખેડૂતોના હિતમાં ના હોય. રાજનાથ સિંહે કહ્યું - ધરણાં પર જે લોકો બેસેલા છે તે ખેડૂત પરિવારોમાં જન્મેલા ખેડૂત છે. અમે તેનું ઘણું સન્માન કરીએ છીએ.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે હું પોતે પણ ખેડૂતનો પુત્ર છું. મોદી સરકાર ક્યારેય એવું નહીં કરે જે ખેડૂતોના હિતની વિરુદ્ધમાં હોય. હાલ એક કે બે વર્ષ માટે કૃષિ કાનૂનોને લાગુ કરવા દેવામાં આવે. તેને પ્રયોગ તરીકે જોઈએ અને જો ખેડૂતો માટે લાભકારક સાબિત નહીં થાય તો સરકાર હરસંભવ સંશોધન માટે તૈયાર રહેશે.

રાજનાથ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે વાતચીત ચાલું રાખવા માંગે છે અને તેથી સરકારે તેમને નિમંત્રણ મોકલ્યું છે. બધા પ્રદર્શનકારી ખેડૂતોને અપીલ છે કે તે કૃષિ કાનૂનો પર ચર્ચા માટે આગળ આવે.

Post a Comment

0 Comments