‛જોખમ ખેડૂતોએ નહીં કંપનીઓએ ભોગવવું પડશે’ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીનો સાતમો હપ્તો રિલીઝ

PM Modi releases 7th instalment of Rs 18,000 crore of PM-KISAN
SOURCE : INTERNET

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે 9 કરોડ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi)નો 2,000 રૂપિયાનો સાતમો હપ્તો ટ્રાન્સફર કર્યો. આ દરમિયાન વડાપ્રધાને અનેક રાજ્યોના ખેડૂતો (Farmers) સાથે સંવાદ કરીને નવા કૃષિ કાયદાઓને (New Agriculture Laws) કારણે તેમને થયેલા ફાયદાઓ વિશે વિગતે વાત કરી. ત્યારબાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં નવા કૃષિ કાયદાના ફાયદા સમજાવ્યા. વડાપ્રધાને કહ્યું કે, આજે કૃષિ કાયદાને લઈ જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. MSP અને APMC પર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કૃષિ કાયદા લાગુ થયા બાદ અનેક મહિનાઓ થઈ ગયા છે પરંતુ શું કોઈને કોઈ નુકસાન થયું છે. ખેડૂત આંદોલનમાં તમામ ખોટા લોકો નથી. કેટલાક ભોળા ખેડૂતોને ભડકાવી રહ્યા છે. પહેલા MSP પર પાક વેચી દીધા બાદ આંદોલનને હવા આપવામાં આવી.

PM મોદીએ કહ્યું કે, પહેલા કૃષિ કાયદાને તોડતાં ખેડૂતોને પેનલ્ટી લાગતી હતી, પરંતુ હવે અમારી સરકારે એવી પેનલ્ટીને ખતમ કરી દીધી છે. વડાપ્રધાને કહ્યું કે હવે ખરીદી કરનારને ખેડૂતોને રસીદ પણ આપવી પડશે અને ત્રણ દિવસની અંદર પાકના પૈસા પણ આપવા પડશે. તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોના હકમાં ઊભી છે અને એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે ખેડૂતોને તેમનો હક મળે.

ખેડૂત પોતાની મરજીથી એગ્રીમેન્ટ ખતમ કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જો કોઈ ખેડૂત સાથે એગ્રીમેન્ટ કરશે તો તે ઈચ્છા રાખશે કે પાક સારો થાય. એવામાં એગ્રીમેન્ટ કરનારા વ્યક્તિ બજારના ટ્રેન્ડના હિસાબથી જ ખેડૂતોને આધુનિક ચીજો ઉપલબ્ધ કરાવશે. જો કોઈ પ્રકારથી ખેડૂતનો પાક સારો ન થાય કે બરબાદ ન થાય તો પણ ખેડૂતોને પાકના પૈસા મળશે. એગ્રીમેન્ટ કરનારા સમજૂતી નહીં તોડી શકે. પરંતુ ખેડૂત પોતાની મરજીથી એગ્રીમેન્ટ ખતમ કરી શકે છે.

નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોને મળશે અનેક વિકલ્પ

PM મોદીએ કહ્યું કે, આ કૃષિ સુધારના માધ્યમથી અમે ખેડૂતોને સારા વિકલ્પ પૂરા પાડ્યા છે. આ કાયદાઓ બાદ તમે જ્યાં ઈચ્છો ત્યાં પોતાની ઉપજ વેચી શકો છો. આપને જ્યાં યોગ્ય ભાવ મળે ત્યાં ઉપજ વેચી શકો છો. MSP પર આપની ઉપજ વેચવા માંગો છો તો તમે તેને વેચી શકો છો. તમે APMCમાં ઉપજ વેચવા માંગો છો તો, વેચી શકો છો. જો તમે ઉપજની નિકાસ કરવા માંગો છો તો તમે તેની નિકાસ કરી શકો છો. જો તમે વેપારીને વેચવા માંગો છો તો તમે વેચી શકો છો. તમે ઉપજને બીજા રાજ્યમાં પણ વેચી શકો છો. તમે એફપીઓના માધ્યમથી ઉપજને એક સાથે વેચવા માંગતા હોય તો તે વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમે બિસ્કિટ, જામ, બીજી કન્ઝયૂર પ્રોડક્ટની વેલ્યૂ ચેઇન બનાવવા માંગો છો તો પણ એવું કરી શકો છો.

જોખમ ખેડૂતોએ નહીં કંપનીઓએ ભોગવવું પડશે- PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉપરાંત કહ્યું કે, જો કંપનીને પાકથી વધુ નફો થશે તો પાકના ભાવથી અલગ બોનસ પણ ખેડૂતોને આપવો પડશે. એટલે કે હવે જોખમ ખેડૂતોએ નહીં કંપનીઓએ ભોગવવું પડશે.

Post a Comment

0 Comments