કૃષિ બીલનો વિરોધ હિંસક બન્યો! ખેડૂતોએ મોદીના પૂતળા અને ટ્રેક્ટરો સળગાવ્યા

પંજાબમાં ખેડૂતોએ કેન્દ્રના બિલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા સળગાવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. બપોરે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી અનેક રોડ-રસ્તાઓને ખેડૂતે પોતાના કબજામાં લઇ લીધા હતા અને બ્લોક કરી દીધા હતા. આ વિરોધમાં ભારતીય કિસાન યુનિયન પણ જોડાયું હતું અને વિસ્તારોમાં મંડીના(APMC) કમિશન એજન્ટો પણ ખેડૂતોની સાથે રસ્તા પર ઉતર્યા છે.

કૃષિ બિલ વિરોધ
SOURCE : INTERNET

કેન્દ્ર સરકારના કૃષિ બિલોના વિરુદ્ધ હવે હિંસક બનવા જઈ રહ્યો છે. હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશમાં ખેડૂતો વિફર્યા હતા અને ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળા બાળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં નારાજ ખેડૂતોએ સરકારની વાત ન સાંભળતા પોતાના ટેકટર પણ સળગાવ્યા હતા. હરિયાણામાં પોલીસે ખેડૂતો પર ફરી બળપ્રયોગ કર્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો.

આ વિરોધમાં હવે ભાજપના સાથી પક્ષ અકાલી દળ બાદ જનનાયક જનતા પાર્ટીના નેતાઓ પણ રસ્તા પર ઉતર્યા હતા. હરિયાણા સરકારે મોટા પાયે પોલીસ તેનાત કરી દીધી છે.

અહીંના અંબાલા નેશનલ હાઇવેને ખેડૂતોએ બ્લોક કરી દીધો હતો. જેના કારણે અંબાલા દિલ્હી અને ચંડીગઢ તરફ જતા હાઇવે પર ભારે ટ્રાફિક સર્જાયો હતો.

Post a Comment

0 Comments