ગુજરાત સરકારે ખરીફ પાક નુકશાનીના વળતર માટે 3700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી. જાણો કોને મળશે લાભ

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. બપોર બાદ શરૂ થયેલી બીજી બેઠકમાં રૂપાણી સરકાર દ્વારા ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

ખરીફ પાક નુક્શાનીનું વળતર ચૂકવશે ગુજરાત સરકાર
SOURCE : INTERNET


 
વિધાનસભા ગૃહમાં રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધારે વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે. આ માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર ખેડૂતોને પાક નુક્શાનીની સહાય ચૂકવશે
SOURCE : INTERNET

જેમાં 33 ટકા અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂપિયા 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂપિયા 5 હજાર ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે.

રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાની આંકલન આવશે તો રાજા સરકાર તે અંગે પણ વિચારણા કરશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે પોર્ટલ તારીખ 1 ઓક્ટોબર 2020થી ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઈન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. આ યોજનાનો ખર્ચ SDRF હેઠળ તેમજ વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

નીચે દર્શાવેલ જિલ્લાના તાલુકાના ખેડૂતોને આ સહાયનો લાભ મળશે.

ખરીફ પાક નુકશાની વળતર સહાય
SOURCE : INTERNET
ખરીફ પાક નુકશાની વળતર
SOURCE : INTERNET


Post a Comment

0 Comments