ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવાના ઉપાયો

લગભગ દરેક પાકમાં વધુ ઉત્પાદન આપતી જાતોનો ઉપયોગ વધવાની સાથે પિયત માટેની પણ નવી ટેકનિકો વપરાવા લાગી છે. સૂકી ખેતી માટે વિકસાવેલ ખેતી પદ્ધતિ અપનાવવાથી અને ખેતી ધિરાણની સગવડતાઓના કારણે ખાતરોનો વપરાશ મોટા પ્રમામમાં વધ્યો છે. પરંતુ ખાતરોનો આડેધડ વપરાશ કરવાને બદલે પાકમાં જરૂરિયાત પ્રમાણે અને પાકના મૂળ વિસ્તારમાં મળે તો કાર્યક્ષમ ઉપયોગ થકી વધારે ઉત્પાદન લઈ શકાય છે.
ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવાના ઉપાયો

ખાતરોના વપરાશની પરિસ્થિતિ, સેન્દ્રિય તેમજ રાસાયણિક ખાતરોના ગુણધર્મો, જમીનમાં તેમની પ્રતિક્રિયા વગેરે બાબતો જાણ્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું ઉત્પાદન લઈ શકાય છે અને જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે. તેમજ કેવા પ્રકારનો પાક વાવેતર માટે પસંદ કર્યો છે તે બાબત પણ અગત્યની છે.
ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવાના ઉપાયો
SOURCE : INTERNET

કોઈપણ પાકની દેશી જાતો કરતાં વધુ ઉત્પાદન આપતી જાતોને ઓછા ખાતરો આપવાથી પણ વધુ ઉત્પાદન મળે છે. તેમજ સુધારેલ જાતો રોગ પ્રતિકારક શક્તિ સારી ધરાવતી હોવાથી ઉત્પાદન વધારે મળે છે. તેમજ કોઈપણ પાકના તંદુરસ્ત વિકાસ માટે હેક્ટરે છોડની એકમ વિસ્તારદીઠ સંખ્યા જાળવવી પણ જરૂરી છે.
ખેતીમાં વધારે નફો મેળવવાના ઉપાયો
SOURCE : INTERNET

વૈજ્ઞાનિક ભલામણોને અનુસરી બીજની માવજત, વાવણીનો સમય, બીજનો દર, બે હાર વચ્ચેનું અંતર વગેરે બાબતોનું ધ્યાન રાખવું જાઈએ. જા આમ ન કરવામાં આવે તો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાતી નથી. ખાતરો જા ભલામણ પ્રમાણે આપવામાં આવે તો ખાતરો દ્વારા પુરતું વળતર મળતું નથી. ખાતરો આપવાનો યોગ્ય અને અને યોગ્ય પદ્ધતિઓને અનુસરવું જાઈએ. પિયત અને બીન પિયત પાકોની પસંદગી પણ મહત્વનું ઘટક છે.
ખેતીમાં વધારે નફો મેળવવાના ઉપાયો
SOURCE : INTERNET

પોષક તત્વોના અવશોષણમાં પાણી એ ચાવી રૂપ પરિબળ છે. જમીનમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય તેમ પોષક તત્વોનું અવશોષણ ઘટે છે. જમીનમાં પ્રમાણસર ભેજને કારણે પોષક તત્વોની લભ્યતા વધે છે. અને છોડ સહેલાઈથી અવશોષણ કરી શકે છે. અને તેના લીધે પાક ઉત્પાદનમાં વધારો થાય છે.

વોટ્સએપ પર ખેતી અને પશુપાલન વિશે માહિતી મેળવવા માટે 7990263411 પર તમારું નામ અને જિલ્લાનું નામ લખીને મેસેજ કરો.

Post a Comment

3 Comments

 1. Magfari ma kari fug no sachot upay batavo

  ReplyDelete
 2. Magfari ma kari fug no sachot upay batavo

  ReplyDelete
  Replies
  1. 7990263411 પર તમારું નામ અને જિલ્લો લખીને મેસેજ તમારો આ પ્રશ્ન મોકલી આપો તમને વહેલી તકે માહિતી આપી દેવામાં આવશે. આભાર

   Delete