કડવા કારેલાની ખેતી અને કોટડાસાંગણીના હારુનભાઈની સફળતા

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના નોઘણચોરા ગામના યુવાન શિક્ષિત ખેડૂત હારૂન સુલેમાનભાઈ વિછીએ વેલાવાળા શાકભાજીમાં કડવા કારેલાની ખેતી અપનાવી તેમને પૂછતાં યુવાન ખેડૂતે જણાવેલ કે વેલાવાળા શાકભાજીનું ગમે ત્યારે વાવેતર કરો પણ ખાસ મલ્ચીંગ બેડ ડ્રીપનો ઉપયોગ હોવો જોઈએ અને સુધારેલ નવી જાત પસંદ કરવાથી ખેતી ખર્ચ ઘટે છે તથા દેશી જાત કરતાં વધુ ઉત્પાદન અને કમાણી મળે છે.
કારેલાની સફળ ખેતી
SOURCE : INTERNET

હારુનભાઈએ વધુમાં જણાવેલ કે શાકભાજી રોકડીયો પાક છે અને ભાવમાં ઉતાર ચઢાવ ચાલુ જ હોય છે જેથી કરીને ભાવ નીચા હોય ત્યારે માવજત કે સારવારની સાથે સાથે વીણી છોડી ન દેવી તે ચાલુ જ રાખવા શાકભાજીમાં એક તબક્કો ઊંચા ભાવનો આવે જ છે ત્યારે માવજત-વીણી ચાલુ રાખી હોય તો સારી કમાણી થાય છે.

જમીનની તૈયારી

કુલ 10 વીઘામાં ખેડ કરી પાયાનું ખાતર વિધે થેલી નાખી 3 ફૂટ પહોળા 9 ઈચ ઉંચા બેડ બનાવી ઉપર ડ્રીપ પાથરી મલ્ચીંગ રસ ઉપર ડેપરામાં તા. 20/02/2019ના રોજ સુધારેલ નવી જાતનું વાવેતર કરેલ અને  પાકની મુદત 170/180 દિવસ રહી હતી.

પિયત

બેડમાં કોસમાં બીજ બે છોડ વચ્ચે 68 ઈંચ અને બે છોડ વચ્ચે 18 ઈંચના અંતરે મૂક્યા બાદ શરૂમાં 8 કલાક પિયત આપેલ, જ્યારે બીજુ પિયત 20-30 મિનિટ આપેલ ત્યારબાદ છોડનો જેમ જેમ વિકાસ થતો ગયો જરૂર પ્રમાણે પિયત વધારતા ગયા. દરરોજ દોઢથી બે કલાક ડ્રીપથી પિયત ચાલુ છે.

ફાલ

કારેલાંના પાકમાં વાવેતર કર્યા બાદ 45-50 દિવસે ફાલ શરૂ થાય છે. ફાલ શરૂ થયાના 10-12 દિવસે કારેલુ તૈયાર થઈ જાય છે.

ખાતર

કારેલાના પાકમાં પૂરક ખાતર બાબતે જણાવેલ કે વાવેતર કર્યા વગર ઉગી નીકળ્યા બાદ 19/19 ત્યારબાદ છોડનો વિકાસ, ફાલ, કારેલાના બંધારણ અને ઉત્પાદન ચાલુ હોય ત્યારે જરૂર પ્રમાણે ખાતરો 19/19 એમોનીયા12/61 બોરોન કેલ્શીયમ નાઈટ્રેટ- 13/40/40 સોલોન જરૂર પ્રમાણે અને ખાતરો પૂરતું ઉત્પાદન જળવાય રહે તે માટે કાયમી આપવાના.

રોગ

કારેલાના પાકમાં ગયા વર્ષે રોગ બહુ જ ઓછો હતો. થ્રીપ્સ-મચ્છી જેવા રોગ આવે તો મહિનામાં માત્ર હળવા ૩ છંટકાવ કરેલ છે.
કારેલાની સફળ ખેતી
SOURCE : INTERNET

ઉત્પાદન

ગયા વર્ષે ઉત્પાદન દર 44 દિવસે 80 ઝબલા (500થી 700 કિલો)નું ઉત્પાદન ચાલુ હતું. આવુ ઉત્પાદન 3 થી સવા 3 માસ ભાવની વધ-ઘટ ચાલુ રહે છતાં કુલ 12 થી 14 ટન ઉત્પાદનનું વેચાણ રાજકોટ - ગોંડલ યાર્ડમાં 1 કિલોના 20 થી 30 રૂપિયા જે ઘટીને 15 રૂપિયા ગણીએ તો લગભગ સવા 2 થી ૩ લાખની કમાણી થઈ. જો ભાવ જળવાય રહે તો વધુ પૈસા મળે. કારેલામાં વેચાણના 50% ખર્ચ થાય છે. જેમાં 25% મજૂરી અને અન્ય ખર્ચ થાય છે. બાકીના 25-30% ખર્ચ બીજ, દવા,ખાતર, ટ્રાન્સપોર્ટ અને ડ્રીપમાં જાય છે. છતાં પણ કારેલાના પાકમાં યોગ્ય જવાબદારીનું મેનેજ કરવાથી સારું વળતર મળે છે.

તમને આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી જો ઉપયોગી થઈ હોય તો તમે આ પોસ્ટને ફેસબુક અથવા વોટ્સએપ પર શેયર કરીને ઘણા ખેડૂતોને ઉપયોગી થઈ શકો છો.

Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

Post a Comment

0 Comments