તુવેરની વૈજ્ઞાનિક ખેતી : ખાતર, પિયત અને નિંદણનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું?

કઠોળ પાકમાં તુવેરએ અગત્યનો પાક છે જે પ્રચુર માત્રામાં ઓરિટીન ધરાવે છે. તુવેરનો ઉપયોગ શાકભાજી તેમજ તુવેરની દાળ બનાવવા થાય છે. રાજ્યમાં 2 થી 3 લાખ હેક્ટર વિસ્તારમાં તુવેરનું વાવેતર થાય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તુવેરનું વાવેતર થાય છે તેની સરેરાશ ઉત્પાદકતા 900 થી 1100 કિલો પ્રતિ હેક્ટર છે.

તુવેરની ખેતીમાં ખાતર, પિયત અને નિંદણ વ્યવસ્થાપન
SOURCE : INTERNET

ખાતર વ્યવસ્થાપન

વાવેતર લાયક જમીન તૈયાર કર્યા પછી હેકટરે 25 કિલો નાઈટ્રોજન અને 50 કિલો ફોસ્ફરસ આપવા. આ માટે નીચે મુજબના ખાતરની જરૂર પડશે. ખાતર બીજની નીચે પડે તે રીતે ઓરીને ચાસમાં આપવું. આ ઉપરાંત 30 કિલો સલ્ફર આપવાથી ઉત્પાદન અને દાણાની ગુણવતામાં સુધારો થાય છે.
તુવેરની ખેતીમાં ખાતર, પિયત અને નિંદણ વ્યવસ્થાપન

પિયત વ્યવસ્થાપન

ચોમાસુ પાકને વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પાણી આપવું જેથી ઉત્પાદન સારૂ મળે. ચોમાસુ પૂર્ણ થયા બાદ એક માસ પછી પિયત આપવું અને ત્યારબાદ 1 માસનાં અંતરે બે પિયત આપવા. જયારે શિયાળુ ઋતુની તુવેરને જરૂરિયાત મુજબ 3-4 પિયત આપવા. પ્રથમ પિયત વાવણી વખતે અને ત્યારબાદ દર માસે એક પિયત આપવું. ફુલ અને શીંગો આવવાની અવસ્થાએ ભેજની ખેંચ ન પડે તેની કાળજી રાખવી.

નીદણ વ્યવસ્થાપન

પાકનું વધુ ઉત્પાદન મેળવવા તુવેરને નિંદણ મુકત રાખવી એ અતિ આવશ્યક બાબત છે. નિંદણમુકત પાકને જરૂરી પોષક તત્વો, પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળી રહે તો તુવેરનો વિકાસ સારી રીતે થાય છે અને વધુ ઉત્પાદન મળે છે. આ ઉપરાંત નિંદણમુકત ખેતરમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. આથી પાકને બે થી ત્રણ આંતરખેડ અને નિંદણ કરી તદ્રન નિંદણ મુકત રાખવો. જો મજુરની અછત હોય તો નિંદણના નિયંત્રણ માટે પેન્ડીમીથાલીન 55 મી.લી અથવા ફલુકલોરાલીન 40 મી.લી. નિંદણનાશક દવા પૈકી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં ભેળવીને તુવેરની વાવણી બાદ તુરત 1 થી 2 દિવસમાં છંટકાવ કરવો.  જેથી પાક શરૂઆતથી જ નિંદણ મુકત રહેતા તેનો વિકાસ સારો થાય છે.

તમને આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી જો ઉપયોગી થઈ હોય તો તમે આ પોસ્ટને ફેસબુક અથવા વોટ્સએપ પર શેયર કરીને ઘણા ખેડૂતોને ઉપયોગી થઈ શકો છો.

Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

Post a Comment

0 Comments