ચોમાસુ બાજરીની વૈજ્ઞાનિક ખેતી

ધાન્ય પાકોમાં બાજરીએ ગુજરાતમાં સૌથી અગત્યનો ધાન્ય પાક છે. ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હાઈબ્રીડ બાજરીનું વાવેતર થાય છે. બાજરી બીજા ધાન્ય પાકની સરખામણીમાં દુષ્કાળની પરિસ્થિતિનો પ્રતિકાર સારી રીતે કરી શકે છે. તેથી તે રાજ્યના સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં અન્ય પાકની સરખામણીમાં સારું અને વધુ ઉત્પાદન આપે છે. જ્યારે જે વિસ્તારમાં પિયતની પૂરતી સગવડતા છે તેવા વિસ્તારમાં ઉનાળું ઋતુમાં પણ બાજરીનું વાવેતર કરવામાં આવે છે.
બાજરીની વૈજ્ઞાનિક ખેતી
SOURCE : INTERNET

જમીનની પસંદગી અને તેની માવજત

બાજરીના પાકને રેતાળ, ગોરાડુ, મધ્યમ કાળી તેમજ સારા નિતારવાળી સમતલ ફળદ્રુપ જમીન વધારે માફક આવે છે. જમીન તૈયાર કરતી વખતે સારી રીતે કહોવાયેલું છાણીયું ખાતર પ્રાથમિક ખેડ કરતા પહેલા નાખવું ત્યાર પછી હળ કે કરબ વડે સારી રીતે જમીનમાં ભેળવી દેવું.
બાજરીની વૈજ્ઞાનિક ખેતી
SOURCE : INTERNET

બાજરીનો વાવેતર સમય 

વાવણી લાયક વરસાદ થાય કે તરત જ બાજરીના પાકનું વાવેતર કરવું યોગ્ય છે. તેથી વધુ ઉત્પાદન મળી રહે, રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે અને પછીનો પાક લેવા સમયસર જમીન ખાલી કરી શકાય છે. જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઈ પછી થાય તો વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું વધારે હિતાવહ છે.

તમને આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી જો ઉપયોગી થઈ હોય તો તમે આ પોસ્ટને ફેસબુક અથવા વોટ્સએપ પર શેયર કરીને ઘણા ખેડૂતોને ઉપયોગી થઈ શકો છો.

Khedut Help પોર્ટલ પર દરરોજ ખેડૂત ઉપયોગી માહિતી મુકવામાં આવે છે. જો તમે આ માહિતી સીધી જ તમારા વોટ્સએપ નંબર પર કોઈ ગ્રુપમાં એડ થયા વગર મેળવવા માંગતા હોવ તો 7990263411 પર તમારું નામ, ગામ અને જિલ્લો લખીને મેસેજ કરો.

Post a Comment

0 Comments