ઘઉંના વેચાણ ભાવમાં રૂપિયા 100નો ઘટાડો થવાની સંભાવના. જાણો કેમ?

દેશમાં સરકારી આંકડાઓ પ્રમાણે આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર નવ ટકા વધ્યો છે અને સમગ્ર સિઝનને અંતે કુલ વાવેતર વિસ્તાર 320 લાખ હેકટરને પાર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. ખુલ્લા બજારમાં ભાવ હાલ ઓલ ટાઈમ હાઈ સપાટીએ હોવાથી ખેડૂતોનું આકર્ષણ વધ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાતમાં પણ સાનુકૂળ વાતાવરણને કારણે વાવેતર વિસ્તારમા મોટો વધારો થયો છે.
Wheat prices fall
SOURCE : INTERNET

FCI ઘઉંના વેચાણ ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના

દેશમાં ઘઉંના વિક્રમી ઊંચા ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. ચાલુ વર્ષે ઘઉંનું વિક્રમી વાવેતર થવાના પગલે નવી સિઝનમાં ઉત્પાદન પણ ઓલ ટાઈમ હાઈ થવાનો અંદાજ સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેના પરિણામે ઘઉંના ભાવમાં નવા વર્ષમાં ઘટાડો થશે. કર્નલ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઘઉં અને જવ રિસર્ચ કેન્દ્રના ડિરેક્ટરે કહ્યું કે, દેશમાં નવી સિઝનમાં ઘઉંનું ઉત્પાદન ઓલટાઈમ હાઈ 10.80 કરોડ ટન થવાનો અંદાજ છે.

દેશમાં ગત વર્ષે ઘઉંનું વિક્રમી 10.21 કરોડ ટનનું ઉત્પાદનું થયું હતું. જેની તુલનાએ આ વર્ષે છ ટકાનો વધારો બતાવે છે. દેશમાં સરકારી આંકડાઓ પ્રમાણે ઘઉંનું કુલ 313 લાખ હેકટરમાં વાવેતર થયું છે, જે પ્રમાણે 3.5 ટન પ્રતિ હેકટરનો સરેરાશ ઉતારો આવે તો પણ ઉત્પાદન 10.90 કરોડ ટનનું થાય તેવી ધારણા છે. આ વર્ષે વાવેતર વિસ્તાર નવ ટકા વધ્યો છે અને સમગ્ર સિઝનને અંતે કુલ વાવેતર વિસ્તાર 320 લાખ હેકટરને પાર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ઘઉંનું વાવેતર હજી વધે તેવી ધારણા છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં પણ સાનુકૂળ વાતાવરણને કારણે વાવેતર વિસ્તારમાં મોટો વધારો થયો છે. કેન્દ્ર સરકારે નવી સિઝન માટે ઘઉંના ટેકાના ભાવ પણ રૂ.1840થી વધારીને રૂ.1925 કર્યા છે, જેને પગલે પણ ખેડૂતો વાવેતર કરવા પ્રેરાયા છે. આ ઉપરાંત ખુલ્લા બજારમાં ભાવ હાલ ઓલ ટાઈમ હાઈ સપાટીએ હોવાથી ખેડૂતોનું આકર્ષણ વધ્યું છે.

FCIની ઘઉંના ભાવ 4 ટકા ઘટાડવા સરકારને દરખાસ્ત

દેશમાં નવી સિઝનમાં વિક્રમ ઉત્પાદનનો અંદાજ અને હાલ સરકારી ગોડાઉનમાં જંગી સ્ટોક હોવાથી FCI દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંના ભાવમાં ચાર ટકાનો ઘટાડો કરવાના સૂચનો સરકારને મોકલવામાં આવ્યા છે. જો સરકાર આ દરખાસ્તને મંજૂરી આપશે તો ઘઉંના લઘુતમ વેચાણ ભાવ ઘટીને રૂ. 2145 થઈ જાય તેવી ધારણા છે. આ ઉપરાંત થોડા નબળા ઘઉંનું રૂ. 2000ના ભાવથી વેચાણ કરવાની પણ દરખાસ્ત છે. વડાપ્રધાન કાર્યાલયે FCIને સ્ટોક ખાલી કરવાની સૂચના આપી ત્યારે એજન્સીએ ખાદ્ય મંત્રાલયને રજૂઆત કરી હતી પરંતુ મંત્રાલયે આ દરખાસ્ત સ્વીકારી નહોતી. એજન્સીએ ફરીવાર રજૂઆત કરી છે અને ભાવમાં ઘટાડો કરે તેવી ચર્ચા છે. ઘઉંની નવી સિઝન નજીક હોવાથી તેને સંગ્રહવા માટે જગ્યા જરૂરી છે.

ઘઉંમાં ભાવ ઘટવાની વાતોએ તેજીને બ્રેક લાગી

ઘઉંમાં તેજીને બ્રેક લાગી છે અને ભાવ હવે પાછા ફરે તેવી સંભાવના છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા ઘઉંના વેચાણ ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના એ સરેરાશ બજાર વધતી અટકી હતી અને મામૂલી ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં જ આ નિર્ણય લેવાશે તો બજારમાં ઝડપથી રૂ.50 થી 100 નો ઘટાડો થાય તેવી પણ સંભાવના જાણકારો વ્યકત કરી રહ્યા છે.

ઘઉંની આવકો ગુજરાતમાં ખાસ થઈ નથી. વળી FCIનાં ટેન્ડરમાં પણ બીડ પ્રમાણમાં ઓછી આવી હતી. જોકે હજી સુધી ગુજરાતમાં ઘઉંના મામલે કોઈ માલ વેચાણ થયો હોય તેવા કોઈ સમાચાર મળતા નથી. આગામી દિવસોમાં સરકાર જો ઘઉંના ભાવમાં ઘટાડો કરશે તો પછીનાં સમયમાં સ્ટોકિસ્ટોની પણ વેચવાલી વધી શકે છે

વૈશ્વિક પ્રવાહો

શિકાગો ખાતે બેન્ચમાર્ક ઘઉં વાયદો એક ટકા ઘટીને 5.46 ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો. વૈશ્વિક બજારમાં ઘઉંમાં ખાસ લેવાલી ન હોવાથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Post a Comment

0 Comments