ગુજરાતના હવામાનમાં પલટો, બે દિવસ માવઠાની આગાહી

આજે રાજ્યમાં ખેડૂતો પર વધુ એકવાર આકાશમાંથી આફત વરસી શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર (cold wave in gujarat) તો ઘટ્યું છે, પણ માવઠાની આગાહીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલથી આણંદ, પાટણ, ગીર-સોમનાથ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાથી વાદળછાયુ વાતાવરણ (cloudy weather) છવાઈ ગયું છે. ત્યારે માવઠુ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટો આવી શકે છે. તો બીજી તરફ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat may receive rainfall due to cloudy weather.
SOURCE : INTERNET

આજે રાજ્યમાં ખેડૂતો પર વધુ એકવાર આકાશમાંથી આફત વરસી શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર (cold wave in gujarat) તો ઘટ્યું છે, પણ માવઠાની આગાહીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલથી આણંદ, પાટણ, ગીર-સોમનાથ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાથી વાદળછાયુ વાતાવરણ (cloudy weather) છવાઈ ગયું છે. ત્યારે માવઠુ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટો આવી શકે છે. તો બીજી તરફ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલીમાં પાકને લાગ્યો રોગ

અમરેલી જિલ્લાના ખેડૂતોએ પણ આ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠાનો સામનો કરવો પડી રહ્યો છે. કપાસ અને મગફળીનો પાક તો નષ્ટ થયો, પણ હવે રવિ પાક પણ નષ્ટ થવાની તૈયારીમાં છે. જે રોગ લાગ્યો છે તેની કોઈ દવા ન હોવાનું પણ ખેત અધિકારીઓ જણાવી રહ્યાં છે. તો બીજી તરફ, ઘઉં, રાયડો, જીરુ સહિતના અનેક પાક સામે ખતરો મંડરાઈ રહ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી 

હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતના વાતાવરણમાં તારીખ 21-22માં વાદળો આગમન કરશે. જેના બાદ 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધ્યો હતો. તો સાથે જ 26થી 31 જાન્યુઆરી સુધી કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થશે. 26-27 જાન્યુઆરી દરમિયાન દરિયા કિનારે પવનનું જોર રહેશે. 26થી 31મા લઘુત્તમ તાપમાન વધશે અને ઠંડીનું પ્રમાણ ઘટી જશે. તો જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં ઠંડીનો ચમકારો વધશે. વારંવાર બદલાતા વાતવરણના લીધે વિષમ હવામાનની અસર રહેશે. ઉનાળું વાવેતર માટે 20 ફેબ્રુઆરી પછીનો સમયગાળો યોગ્ય રહેશે.

Post a Comment

0 Comments