ડૂબતા અર્થતંત્રને બચાવનાર ગુજરાતની ગીર ગાયનો બ્રાઝિલમાં વાગે છે ડંકો

નમસ્કાર ખેડૂતમિત્રો આજે આપણે આપણા ગુજરાત સૌરાષ્ટ્રની ગીર ગાયની વાત કરવાની છીએ. ગીર ગાય તેના દૂધ ઉત્પાદન, ઓલાદ સંવર્ધન અને ગમે તેવા વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે એ તો આપ સૌ જાણતા જ હશો. પરંતુ શું તમને ખબર છે આ ગીર ગાયોએ બ્રાઝિલના ડૂબી રહેલા અર્થતંત્રને ફક્ત બેઠું જ ન કરતાં દોડતું કરી દીધું છે. ગયા વર્ષે બ્રાઝિલમાં એક ગીર ગાયે 62 લીટર દૂધ આપ્યું હતું.
 

Gir cow save Brazil's economie
SOURCE : INTERNET

ભારતની ૩૦ લાખથી વધુ ગીર ગાયોએ બ્રાઝીલના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે. સને  1930માં દુનિયામાં ગ્રેટ ડિપ્રેશનનો સમય ચાલતો હતો ત્યારે બ્રાઝીલની ઇકોનોમી ખલાસ થઈ ગઈ હતી. તેની પાસે સારી ઓલાદના પશુઓ ન હોવાથી દૂધ ઉત્પાદન સાવ ઘટી ગયું હતું આવા સંજોગોમાં બ્રાઝીલ ભારતમાંથી ક્રમશઃ ગુજરાતની ગીર અને આંધ્રની ઓન્ગોલ ગાયોની ઓલાદો લાવીને ક્રાંતિ સર્જી છે. ખાસ કરીને ગીર ગાય દૂધ ઉત્પાદન અને ઓલાદ સંવર્ધન માટે હુકમનો એક્કો સાબિત થઈ છે. બ્રાઝીલમાં ગીર ગાય 10 લાખથી વધુ પરિવારોને રોજગારી આપે છે. બ્રાઝીલમાં 34.5 લાખ બિલિયન લિટર ગાયનું દૂધ ઉત્પાદન થાય છે. તેમાં પણ ગીર ગાયોનો સિંહ ફાળો છે. આથી જ તો બ્રાઝીલ ગાયનુ દૂધ ઉત્પાદન કરતા દુનિયાના ટોપ 10 દેશોમાં સ્થાન ધરાવે છે.
 
Gir cow save Brazil's economie
SOURCE : INTERNET
 
બીજી તરફ ભારતમાં શુદ્ધ ઓલાદની ગાયો ઘટી રહી છે, જ્યારે બ્રાઝીલ પાસે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અને આંધ્રપ્રદેશની ઓન્ગોલ જેવી ગાયોની સંખ્યા વધી રહી છે. આથી શુદ્ધ ભારતીય ઓલાદની ગાયો બ્રાઝીલથી આયાત કરવી પડે તો પણ નવાઈ નહીં. બ્રાઝીલે તેના ચલણી સિક્કા અને ટપાલ ટિકિટમાં પર ગીર ગાયને સ્થાન આપ્યું છે. ત્યાંના લોકો પોતાની પાસેના આ ભારતીય પશુધન માટે ગૌરવ અનુભવે છે. બ્રાઝીલ 20થી પણ વધુ દેશોમાં ભારતીય ઓલાદની ગાયોના નિકાસ કરીને હૂંડિયામણ મેળવે છે એટલું જ નહીં ભારતીય ગાયોનું સ્થાનિક ઓલાદો સાથે સંવર્ધન કરીને વધુ દૂધ આપતી જાત પણ પેદા કરવામાં આવી રહી છે.

મિત્રો આવી જ ખેડૂત ઉપયોગી માહિતી અમે દરરોજ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. જો તમે દરરોજ આવી માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા ફેસબુક પેજને લાઈક અને ફોલો કરવાનું ચૂકશો નહિ. કારણ કે અહીંયા આપવામાં આવતી દરેક માહિતીની પોસ્ટ અમે ફેસબુક પર કરીએ છીએ.

Post a Comment

0 Comments